N.S.S. શિબિર - 2025

P.K.M. કૉલેજ ઑફ ટેકનોલોજી N.S.S. વિભાગ દ્વારા તા.04/02/2025 થી તા.13/02/2025 સુધી 10 દિવસ માટે N.S.S. શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના 25 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ શિબિર દરમિયાન શિબિરાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ગિરનાર વિસ્તારમાં આવેલ મૌનિ આશ્રમ, કાશ્મીરી બાપુ આશ્રમ, જટાશંકર મહાદેવ તેમજ જુનાગઢ શહેરના બિલનાથ મહાદેવ મંદિરના સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત સોનાપુરી-સ્મશાન પાસે આવેલ અપના ઘર-વૃદ્ધાશ્રમની મુલાકાત વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ બન્યો. આ શિબિરનું આયોજન કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજન પંડ્યા સાહેબની આગેવાની હેઠળ થયેલ. આ તકે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની આ પ્રવૃત્તિ બદલ સંસ્થાના પ્રમુખ CA શ્રી સવજીભાઈ મેનપરા, શ્રી રતિભાઈ મારડીયા ઉપમેનેજીંગ ટ્રસ્ટી, કોલેજ ઇન્ચાર્જશ્રી એમ.કે. દેકીવાડીયા, કોલેજ ડાયરેક્ટરશ્રી ડૉ. પ્રફુલ કાંજીયા, પ્રિન્સીપાલશ્રી ડૉ. અલ્કેશ વાછાણીએ શિબિરના આયોજનને બિરદાવ્યું હતું.